Saturday, June 28, 2025

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં જોશ હોય છે.
દાખલા તરીકે, ઘણા લોકોને સ્પોર્ટ્સમાં બહુ મજા આવતી હોય છે. એવી જ રીતે, ઘણા લોકોને નોકરી, કામ કે વ્યવસાયનું પેશન હોય છે કારણ કે તેમનામાં તેના માટે સકારાત્મક ભાવના હોય છે. જે કામમાં અર્થ હોય, હેતુ હોય, આશા હોય અને જે આપણી મહત્વકાંક્ષાને સાકર કરવા તરફ લઈ જતું હોય તે કરવામાં આપણને બહુ આનંદ આવે, પછી ભલે એમાં આર્થિક લાભ હોય કે ન હોય. પરંતુ કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા લોકો તોતિંગ પગાર અને લટખુટ સુવિધાઓ હોવા છતાં પણ સ્ટ્રેસનો શિકાર હોય છે કારણ કે એ કામમાં તેમનું દિલ નથી લાગતું. સચ્ચાઈ એ છે કે દરેક કામમાં અમુક પ્રકારનું દબાણ હોય છે.
જેમ કે સફળ થવાનું દબાણ, નિષ્ફળ જવાનો ડર, સારી રીતે કામ કરવાનું દબાણ એ દબાણ સ્ટ્રેસ ત્યારે બની જાય જ્યારે એમાં આનંદ આવતો ન હોય. બીજી રીતે કહેવું હોય તો, અમુક સારા સ્ટ્રેસ હોય છે અને અમુક ખરાબ સ્ટ્રેસ હોય છે, આપણને એ ફરક સમજતાં આવડવો જોઈએ. સૌજન્ય - રાજ ગોસ્વામી (x) સંપાદન - વિવેક બારીયા

Tuesday, October 15, 2024

બાળક અને પિતા - ઉત્તમ parenting

બાળકો સાથેનું કોમ્યુનિકેશન
સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર્પિત!!😃🙏 કિશોરાવસ્થા માં થતાં અપરાધ, સ્ખલનો અને બીજી અણગમતી પ્રવૃત્તિઑ રોકવામાં માતા પિતા ઘણીવાર પોતાને અસમર્થ મહેસૂસ કરે છે કારણકે સંતાન તેમનું કઈ સાંભળવા જ તૈયાર નથી હોતું. બધાના મૂળમાં કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક બદલાવો જેટલું જ માતા પિતા અને સંતાન વચેનું તૂટેલું કોમ્યુનિકેશન કે સંવાદ જવાબદાર છે. આ સંવાદ સેતુ શરૂ થવો જોઈએ નાની ઉમરથી જ જ્યારે બાળકને દરેક નાની મોટી બાબતોમાં આપણી સરળ ભારતીય પરંપરા ની જેમ રોકો ટોકો અને ઠોકોની પધ્ધતિ જ અપનાવાય છે. પણ મિત્ર કે ભાઈ ની જેમ સમજાવવની કળા આપણે ભૂલી રહ્યા છીએ. એક નાની કોશિશ એક મિત્ર એ એના બાળક સાથે કરી, જ્યારે પણ કોઈ પ્રસ્તાવ કે પ્રશ્ન આવે જેમકે આજે સ્કૂલે નથી જવું તો તરત જહાંપનાહ ની જેમ ના આવું નહીં ચાલે નો ચૂકાદો નથી આપી દેતો!! પણ અમે ચર્ચા કરીએ કે આ પ્રસ્તાવનો કોસ્ટ બેનિફિટ રેશયો શું છે? શું સ્કૂલમાં કોઈ અગત્યની વસ્તુ છૂટી જશે? આ માહિનામાં કેટલી રજા પડી છે. ઘેર રહી તું નવું શું કરીશ? વી. મહદઅંશે જો એની દલીલ સાચી જણાય જેમકે ચાર પિરિયડ ચાલવાના છે શૈક્ષણિક કાર્ય નામ માત્ર છે અને આ રજા છેલ્લા બે મહિનાની પહેલી રાજા છે. તો હું આ પ્રસ્તાવ સ્વીકારી પણ લઉં છું. નવાઈ લાગશે પણ આવી છૂટછાટ સાથે પણ એની સ્કૂલમાં માંદગી રજા સાથે પણ 5%થી વધુ રાજા નથી પડી. આવા ઘણા કિસ્સાઓ બની શકે નવી પેન લેવી છે. સરસ, શા માટે લેવી છે? પછી પિતા જ પૂછે કે બજેટ શું રહેશે? એટલે નક્કી થાય કે 25 રૂપિયા! પછી પેનના સ્પેસિફિકેશન નક્કી થાય, અને હું એને 25 રૂ. હાથામાં આપી દુકાનની બાહર એની સાથે ઊભો રહું પણ એક શબ્દ નહીં બોલૂ ! બહુ મજા પડે એ દુકાનદાર સાથે પેનની ખરીદી માટે જે પૂછપરછ કરે અને ઘણીવાર તો પોતે કરેલી રિસર્ચ અનુસાર પેન માગે અને દુકાનદારના દાવા અને માર્કેટિંગ તૂત સમજે ! છેલ્લે મહદઅંશે 22-24 રૂ. ની પેન આવે અને એક રૂ. તોય બચે! ટૂંકમાં જો બહું મોટો ફરક ન પડતો હોય મોટું શારીરિક કે આર્થિક નુકશાન ન જતું હોય તો બહુ કટ કટ નહીં કરવાની!! બાપ અને મિત્રમાં પણ આવો જ ભેદ હોય છે!! ઘણીવાર વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે આવો સમય કાઢવો અઘરો લાગે તો પણ શક્ય હોય તો કાઢજો... એ સમયે ઓછું કમાયેલ હશું તો ચાલશે પણ એનું બાળપણ પાછું નહીં આવે! છતાય ન મેળ પડતો હોય તો જ્યારે જ્યાં મળે સમય ચોરી લ્યો, પુત્રને સ્કૂટર પર સ્કૂલે કે ટ્યુશન મૂકવા જાય, ત્યારે એ દસ મિનિટમાં ઘણી બધી વાતો થઈ જાય છે. બસ , વાત સ્ટાર્ટ કરીને શાંતિથી સાંભળવાનું હોય છે. આવો ક્વોલિટી ટાઈમ રજાઓમાં, પિકનિક પર કે સાંજે જામતી વેળાએ પણ હોય શકે. મૂળે સંવાદ ચાલુ રહે છે અને એને ખબર છે કે ' હું એની સાથે છુ! ' બધી વસ્તુઓમાં હા નહીં પડે પણ જો એ સાચી દલીલ આપશે તો ના પણ નહીં પડે! આ સેતુ જળવાઈ રહે તો ય ઘણા સંબંધો જળવાઈ રહેશે. ખાસ કરીને કિશોરાવસ્થામાં કે જ્યારે કિશોરોનો માતપિતા સાથે સંવાદ જ ઓછો થઈ જાય છે અને સલાહ લેવામાં પણ એ પોતાના મિત્રને વધુ લાયક માને! તિખારો: 100 કરોડની જાયદાદ કે સંપત્તિ આપ્યા પછી પણ સંતાનનું ભવિષ્ય સધ્ધર રહેશે કે અધ્ધર એ ચોક્કસ નથી, પણ સંસ્કાર અને શિક્ષણ યોગ્ય આપ્યા હશે તો ભવિષ્ય માં લડી લેવાની તાકાત ચોક્કસ હશે! #parenting #ParentingTips #communication

Sunday, October 6, 2024

મીઠાસ સંતરા ની...પ્રેમ ચેપી છે.

પ્રેમ ની હુંફ ચેપી હોય છે !
શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.
સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “અરે ડોશીમા,જુઓ તો, આ સંતરું ખાટું છે !“ ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ”
થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો ! એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું: ”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?” પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું: ” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે !”
સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈ એ ડોસીમાં ને પૂછ્યું: ” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે છે, આવું કેમ ?” ડોશીમાએ કહ્યું : ” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ અહીં મારા માટે મુકીને જાય છે. એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે ! પ્રેમ ચેપી હોય છે જે આપશે એને મળશે જ ! 🙏🙏

Wednesday, June 26, 2024

બગીચા નું પતંગિયુ

એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર્થ એ થયો કે આપણે જો આપણા જીવનને બહેતર બનાવવા પ્રયાસ કરીએ, તો જેની પણ ઈચ્છા સેવી હશે તે આપણી પાસે આવશે.
ધારો કે મને પૈસા કમાવા છે. એના માટે માટે ભણવું પડે અને કામ કરવું પડે, પૈસા આપોઆપ આવશે. ધારો કે મને કોઈ યોગ્ય વ્યક્તિની તલાશ છે. તેના માટે મારે મારું વ્યક્તિત્વ વિકસાવવું પડે, વ્યક્તિઓ આપોઆપ આકર્ષાશે. આપણને એવા જ માણસો મળે છે જેવા આપણે છીએ, નહીં કે આપણે કેવા ઇચ્છીએ છીએ.
જીવનમાં તમને એવું જ મળે જેવા તમે હો. આપણે ઉકરડા જેવા હોઈએ, અને પતંગિયાંની ઈચ્છા રાખીએ, તો તેવું થવાનું નથી.
ઉકરડા પાસે તો માંખો જ આવે. બગીચા જેવા બનવા માટે આપણે આપણા વિચારો, લાગણીઓ, વ્યવહાર, શોખ, સ્વભાવ, જ્ઞાન, ક્ષમતા વગેરેનું પાલનપોષણ કરવું પડે, તેમાં કાટછાંટ કરવી પડે, તેને પાણી સિંચવું પડે, તેમાં ખાતર પૂરવું પડે.
...અને ધારો કે "પતંગિયાં" ન મળે તો પણ, બગીચો તો છે જ :-)
સંપાદક - વિવેક બારૈયા સૌજન્ય - રાજ ગૌસ્વામી (X)

Sunday, March 24, 2024

હોળી અને ધૂળેટી ની ઉજવણી પાછળ ના કૌતુંક આપે એવા પ્રસંગો અને માહિતી ....વાત વિવેક થી.


ફાગણ માસ ની પૂર્ણિમા એટલે હોલિકા દહન ...
અને બીજો દિવસ એટલે ધુળેટી....



""વાતવિવેકથી"" ના આ સેગમેંટ માં વાત કરવી છે,

હોલિકા દહન પાછળ પુરાણો ની કેટલીક માન્યતાઓ ની...

ફાગણ પૂર્ણિમાનો શુભ સમય - હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ પૂર્ણિમા 24 માર્ચ, 2024, રવિવારના રોજ સવારે 09:54 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તારીખ બીજા દિવસે સોમવાર, 25 માર્ચ, 2024 ના રોજ બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસનું વ્રત 25 માર્ચે જ રાખવામાં આવશે.

ફાગણ સુદ ૧૫ ને ગુજરાતી માં ફાગણ સુદ પૂર્ણિમા કે ફાગણ સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો પંદરમો દિવસ છે.


પૂર્ણિમા સુદ પક્ષની 15મી તિથિ હોય છે. એટલે સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસ ચંદ્ર પૂર્ણ હોય છે અને 16 કળાઓ ધરાવે છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
ફાગણ પૂર્ણિમાઃ વસંતોત્સવ પર્વઃ-
ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ વસંત ઋતુ દરમિયાન આવે છે. એટલે તેને વસંતોત્સવ પણ કહેવામાં આવે છે. આ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. થોડી પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દ્વારા લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. એટલે દેશના થોડા વિસ્તારમાં લક્ષ્મીજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.

દર મહિનાની પૂર્ણિમાએ ખાસ પર્વઃ-
દર મહિનાની પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઊજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દરેક મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.

1. ચૈત્ર પૂનમઃ- આ દિવસે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં હનુમાન જયંતી ઊજવવામાં આવે છે.

2. વૈશાખ પૂનમઃ- આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઊજવવામાં આવે છે.

3. જેઠ પૂનમઃ- આ દિવસે અખંડ સૌભાગ્યની કામનાથી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે.

4. અષાઢ પૂનમઃ- આ દિવસે ગુરુ પુર્ણિમા પર્વ હોય છે. સાથે જ કબીરદાસ જયંતી પણ ઊજવવામાં આવે છે.

5. શ્રાવણ પૂનમઃ- આ દિવસે રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવે છે.

6. ભાદરવા પૂનમઃ- અખંડ સૌભાગ્યની કામના સાથે ઉમા મહેશ્વર વ્રત કરવામાં આવે છે.

7. આશો પૂનમઃ- આ દિવસે શરદ પર્વ ઊજવવામાં આવે છે. સાથે જ, કોજાગર વ્રત પણ કરવામાં આવે છે.

8. કારતક પૂનમઃ- આ દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે અને ગુરુ નાનક જયંતી પર્વ ઊજવવામાં આવે છે.

9. માગશર પૂનમઃ- આ દિવસે શ્રી દત્તાત્રેય જયંતી પર્વ ઊજવવામાં આવે છે.

10. પોષ પૂનમઃ- આ દિવસે શાકંભરી જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન અને દાન માટે પણ દિવસ ખાસ છે.
11. માઘ પૂનમઃ- તેને માઘી પૂનમ પણ કહેવાય છે. આ દિવસે સંત રવિદાસ, શ્રી લલિતા અને ભૈરવ જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પણ સંગમમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે.

12. ફાગણ પૂનમઃ- આ દિવસે હોલિકા દહન પર્વ ઊજવવામાં આવે છે. બીજે દિવસે ધુળેટી ઉજવાય છે જેને દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

ભારત સહિત આસ પાસ ના દેશ માં ઉત્સાહ થી આ તહેવાર ઉજવાય છે.

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.



હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.
ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:

"રંગ બરસે ભિગે ચુનરવા..."
"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:
"રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
"કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ


ચાલો જાણીએ..અને માણીએ હોલિકા દહન ઉજવણી ની વાતો....
પ્રથમ માન્યતા,
વિષ્ણુ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્પ

વૈષ્ણવ સંપ્રદાય ના પુરાણ મુજબ,
 એક આશુર રાજા હિરણ્ય એ આકરી તપસ્યા કરી ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું કે,
પૃથ્વી પર કોઈ જીવ જંતુ, દેવી દેવતા કે અશુર કે માણસ એને ના મારી શકે, તેમજ એનું મૃત્યું ના તો રાત્રે થાય ના તો દિવસે , ના પૃથ્વી પર ના આકાશ પર  
કોઈ શસ્ત્ર એનો અંત ના કરી શકે...આવું વરદાન મેળવી એ નિરંકુશ થયા.

એને ત્યાં જ એક બાળક નો જન્મ થાય છે, જેનું નામ પ્રહલાદ , પ્રહલાદ બાળપણ થીજ ભગવાન વિષ્ણુ ના ઉપાસક હતા, 
અશુર રાજ પિતા હિરણ્યકશ્યપ થી આ સેજ પણ સાંખી નોહ્તું લેવાયું,
વિષ્ણુ ભક્તિ રોકવા પ્રહલાદ ના પિતા એ ખૂબ કાવા દાવા કર્યા પણ જે સાર્થક નીવડ્યા નહિ, 
આથી અંતે એન કેન પ્રકારે એમણે પુત્ર ની હત્યા માટે કૃત્યો શરૂ કર્યા,
પ્રહલાદ ને ઝેર પીવડાવ્યું,
તલવાર થી પ્રહારો કરાયા,
બાળ પ્રહલાદ ને નાગ સામે ઊભો રાખ્યો,
હાથી ના પગ નીચે કચડાઇ નાખવા પ્રયત્ન કર્યા

પણ દર વખતે ભગવાને એ બાળ ઉપાસક પ્રહલાદ નો જીવ બચાવ્યો.

માન્યતા મુજબ હોળી ના આઠ દિવસ પેહેલા એટલે આઠમ થી પૂનમ સુધી પ્રહલાદ એ ખૂબ કષ્ઠ વેઠ્યું

અંતે હિરણ કશ્યપ ના બહેન , કે જેમને અગ્નિ થી બચવા એક ઓઢણી નું વરદાન હતું , આથી હોલિકા એ પ્રહલાદ ને ગોદ મા બેસાડી , હોળી માં પ્રવેશ કર્યો... ઈશ્વર કૃપા થી એ ઓઢણી બાળ પ્રહલાદ પર આવી અને ત્યારે પ્રહલાદ બચી ગયા અને હોલીકા બળી ગયા.

એ બાબત ને જ યાદ કરી ને હોળાકષ્ટ ઉજવાય છે.

બાદ માં હિરણ્ય કશ્યપ ને મારવા ભગવાન વિષ્ણુ
એક સ્થંભ માંથી નીકળી અને નૃહસિંહ અવતાર ધારણ કરે છે

ગોધુલી સમયે, દરવાજા ના ઉંબરા પર હિરણ્ય કશ્યપ નો વધ કર્યો..


બીજી માન્યતા,
ભગવાન શિવ અને કામ દેવ

વસંત ઋતુ ની ઉજવણી પ્રાચીન સમય થી થાય છે, દંત કથા મુજબ કામદેવ ભગવાન શિવ ની તપશ્ચર્યા ભંગ કરવા વસંત ઋતુ ના રૂપ માં આવ્યા અને શિવ ની તપશ્ચર્યા ભંગ કરી.


ગુસ્સે ભરાયેલા મહાદેવ એ કામ દેવ ને ભસ્મ થી બાળી નાખ્યાં,
ગુસ્સો શાંત થયા બાદ કામ દેવ ને શ્રી કૃષ્ણ ના પુત્ર તરીકે જન્મ લેવા નું વરદાન આપ્યું.

એવી માન્યતા છે કે જે દિવસે આ ઘટના બની હતી ત્યારે ફાગણ માસ ની પૂર્ણિમા હતી.


વસંત ના આગમન ની ઉજવણી સ્વરૂપે રંગો થી આ ઉત્સવ ઉજવવા માં આવે છે.

નવા પાક લણણી..

પાક પકવવો એ ખેડુ માટે ઉજાણી નો તહેવાર હોય છે

આ સમયે ઘઉં અને ચણા ની લણણી નો આ દિન હોય છે.

આ નવા પાક નો અમુક ભાગ પ્રજ્વલિત હોળી ને પ્રદક્ષિણા ફરી, હોળી માં ઇષ્ટ દેવ ને અર્પણ કરે છે.



આવીજ અવનવી વાતો જાણવા જોડાયેલા રહો...
વાતવિવેકથી ના નિયમિત કોલમ સાથે.


આભાર.



સૌજન્ય - vibes of India (gujarati),divyabhaskar app, wikipidia,

સંપાદક - વિવેક બારૈયા

 

Thursday, March 21, 2024

ગુજરાત ના રાજ્યપાલ - આચાર્ય દેવવ્રત







આચાર્ય, દેવવ્રત 


જન્મ - 18 જાન્યુઆરી 1959, 
સ્થળ - સમલખા, પંજાબ
પિતા - લહરી સિંહ
માતા - લક્ષ્મી દેવી.

 ગુરુકુળમાં અભ્યાસ કર્યો બાદ,
 તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી),

 બી. એડ્., 

ડિપ્લોમા ઇન યોગિક વિજ્ઞાન, 

ડૉક્ટર ઑફ નેચરોપથી એન્ડ યોગિક સાયન્સની પદવી પ્રાપ્ત કરી .


 Tag - આર્ય સમાજના પ્રચારક, 
આયુર્વેદ,
નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક 

ગુજરાતના 20મા રાજ્યપાલ

ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ.




બાળપણનું નામ સુભાષ

ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા. 1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે. 


2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે શપથગ્રહણ સમારોહની શરૂઆત પહેલા રાજભવનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા. 
 

તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. 

તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે

1981થી જુલાઈ 2015 સુધી ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રચારક તરીકે કાર્ય કર્યું. 

તેમના સમયમાં ગુરુકુલનો અદ્વિતીય વિકાસ થયો. 

તેઓ ‘ગુરુકુલ દર્શન’ માસિકના મુખ્ય સંપાદક છે. 

તેમણે આરોગ્યની કિંમતી રીત: નેચરોપથી (અંગ્રેજી અને હિન્દી આવૃત્તિઓ), સ્વર્ગની સીડી, વાલ્મીકિનો રામ-સંવાદ (અનુવાદ), ગુરુકુલ કુરુક્ષેત્રનો ભવ્ય ઈતિહાસ, કુદરતી ખેતી (હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિઓ) જેવાં પુસ્તકો લખ્યાં છે. 

ભારતીય સંસ્કૃતિ અને વૈદિક મૂલ્યોના પ્રચાર માટે અમેરિકા, સ્વિત્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ, હોલૅન્ડ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ઈટાલી, વેટિકન સિટી, નેપાળ, ભૂતાન, સિંગાપોર, મોરેશિયસ અને થાઈલૅન્ડ વગેરે દેશોના પ્રવાસો કર્યા છે.

તેમને યોગ, પ્રાકૃતિક ચિકિત્સા, શિક્ષણ અને વહીવટીકાર્યનો બહોળો અનુભવ છે. 

ગોપાલન અને ગોવંશનું કાર્ય કરવાનો ચાર દાયકાનો અનુભવ છે.

 તેમણે હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ, ગોપાલન અને ગૌવંશ, સામાજિક સુધારણા, બેટી બચાવો-બેટી ભણાવો, સમરસતા, નશામુક્ત, સ્વચ્છ હિમાચલ અભિયાન, વૃક્ષારોપણ અને જળ-રક્ષણ જેવા અભિયાનોમાં સરકાર અને જનભાગીદારીનો સમન્વય કર્યો હતો.

તેઓ 12 ઑગસ્ટ, 2015થી 21 જુલાઈ, 2019 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહ્યા.

 તેઓ 22 જુલાઈ, 2019માં ગુજરાતના રાજ્યપાલ બન્યા. 

ગુજરાતના રાજ્યપાલ બન્યા પછી કોરોનાકાળમાં રાજભવનમાં પ્રેરણાદાયી ‘કોરોના સેવાયજ્ઞ’નો આરંભ કર્યો. 


તેમણે એક લાખ લોકો સુધી જીવનોપયોગી જરૂરી સામગ્રી અને આરોગ્ય સાધનો પહોંચાડ્યાં હતાં. 

ગુજરાતના રાજ્યપાલ હોવાને કારણે તેઓ ભારતીય રેડક્રોસ સોસાયટી, 

ગુજરાત રાજ્યના પ્રમુખ,

 ગુજરાત રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ,

 અમદાવાદના અધ્યક્ષ, 

ગુજરાત કૅન્સર સોસાયટી, 
.અમદાવાદના પ્રમુખ, હિંદ કુશ નિવારણ સંઘ, 

ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડના પેટ્રન અને ગુજરાતની રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિ છે.

અનેક સંસ્થાઓ દ્વારા તેમનું બહુમાન કરી તેમનાં કાર્યોને બિરદાવવામાં આવ્યાં છે. તેમને ભારત જ્યોતિ ઍવૉર્ડ, સર્ટિફિકેટ ઑફ એક્સલન્સ ઍવૉર્ડ અને શ્રીમતી સરલા ચોપરા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમાજમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 21 ઑગસ્ટ, 2002ના રોજ અમેરિકન મેડલ ઑફ ઓનર એનાયત કરવામાં આવ્યો. ગ્રામીણ ભારતની બિન સરકારી સંસ્થાઓના સંઘ(Confederation of NGOs of Rural India-CNRI) દ્વારા 19 એપ્રિલ, 2005ના રોજ ગ્રામીણ ભારતની સેવા માટે સર્ટિફિકેટ ઑફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. 2009માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.એન. ભગવતી દ્વારા જનહિત શિક્ષકશ્રી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. 8 મે, 2007ના રોજ ઋષિ પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ, કુરુક્ષેત્ર દ્વારા સમાજ સેવા સન્માન, 12 ફેબ્રુઆરી, 2006ના રોજગુરુકુલ સંસ્થાની પ્રગતિ માટે હિમોત્કર્ષ રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, પરોપકારી સભા અજમેર દ્વારા આર્ય સંસ્થા એડમિન સન્માન, 30 નવેમ્બર, 2007ના રોજ પ્રાચીન અને નૈતિક મૂલ્યોના રક્ષણ માટે પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન, 20ઑગસ્ટ, 2011ના રોજ અક્ષય ઊર્જા સન્માન, સર્વદેશી આર્યવીર દળ દ્વારા વિશિષ્ઠ સેવા સન્માન,

ઓલ ઈન્ટેલેક્ચ્યુઅલ ફેડરેશન અને રિસર્ચ સેન્ટર કુરુક્ષેત્ર દ્વારા ‘ઇંટેલેક્ચુઅલ પર્સનાલિટી(વિદ્વાન રત્ન)’, 12મી ઑગસ્ટ, 2011ના રોજયોગ અને પ્રાકૃતિક ચિકિત્સાક્ષેત્રે વિશેષ યોગદાન માટે અને 30 એપ્રિલ 2012ના રોજ વૈદિક મૂલ્યોના વિકાસ માટે ‘પ્રશસ્તિપત્ર’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.



સૌજન્ય : અનિલ રાવલ
બ્લોગ - વિવેક બારૈયા
 

 


Sunday, June 25, 2023

આપણા નાના ભૂલકાંઓ માટે શાળા એ દેવસ્થાન કે દર્દ સ્થાન ???





જ્યારે તમારા કુમળા છોડને બીજાની નર્સરી માં ઉછેરવા મૂકો છો ત્યારે બધા ટાઢ અને તડકા સામે ખુલ્લો મૂકી દો છો! જેટલી નાની ઉંમરે મૂકશો માનસિક આઘાત વધુ લાગી શકે. *દેખાદેખી* કરી બાળકને મૂકવાને મજબૂરી સાથે ન જોડશો,

સમય ન આપી શકો તો માત્ર *પૈસાની* તાકાતે બાળક મોટું નહિ થાય.🚫


#children #LKG #UKG #PLAYHOUSE



ન્યુઝ ચેનલ, સમાચાર પત્ર અને સોશ્યલ મીડિયા માં આવા વિડિયો કે સમાચારો આપણે સૌ અવાર નવાર જોઈએ છીએ,
જોઈ અને ભૂલી જઈએ તો કેટલું વ્યાજબી?


આપનું બાળક સ્કૂલમાં કેવી પ્રવુતિ કરે છે,? ક્લાસ રૂમ માં અન્ય બાળકો સાથે એમનો વ્યવહાર કેવો છે? ટેસ્ટ કે ક્રિએટિવ activities માં ભાગ લે છે કે નહિ? પરિણામ શું આવે છે? આ બાબતે વાલી તરીકે આપણે શું નિરીક્ષણ કે પગલાં લીધા.?

CBSC કે ગુજરાત બોર્ડ ની આપના બાળક ની ચાલુ સ્કૂલ એ મુલાકત ગોઠવો.
સ્કૂલ ના સ્ટાફ દ્વારા ગોઠવેલ વ્યસ્વથા જુવો અને નિરીક્ષણ કરો. જો યોગ્ય વ્યવસ્થા છે તો સરાહના કરી પ્રોત્સાહન આપો.



સેજ પણ કચાસ કે અવ્યસ્વથા લાગે તો, પ્રશ્ન પૂછો અને અવ્યવસ્થા ક્યારે સુધારો છો એનો સમય પૂછો.
આમ કરી, વ્યવસ્થાપકો ને આપે ભરેલી ફી નું મૂલ્ય યાદ કરાવો.



સૌજન્ય - વિવેક બારૈયા
ઉપર જણાવેલ ફોટો કે માહિતી કે વિડિયો કે લખાણ કોઈ ચોક્કસ સ્કૂલ/કોલેજ કે સંસ્થા ને અનુલક્ષી ને લખવામાં આવ્યું નથી. જેની નોંધ લેશો.

Tuesday, June 13, 2023

What an inspirational teacher she is !!🎉

What an inspirational teacher she is !!🎉

Nayanaben Amrutlal Suthar. 

She made this Anupam corner:

Ramdukan-Where items like pencils, erasers, and sharpeners are being purchased by students, they put money in the box according to the price tags of the pieces, without any supervision .
2 Lotas (Khoya Paya and Akshaypatra)
Khoya paya-it serves as a place where students can deposit lost items
Akshaypatra- Where food for birds is contributed by students in whatever capacity possible .

Akshaydravya-A stainless steel container in which moong is contributed by students in whatever capacity possible

2 small black boards 
Aaj nu Deepak- to write a name of birthday boy/girl 

Aaj nu Gulab-is utilized to write the name of a student who is well-groomed .

Friday, May 12, 2023

હોવું જોઈએ...

ઘરની વહુનું સર ઝુકે નહીં, તેવું ઘરનું "બારણું" હોવું જોઈએ, દિકરાનાં દિકરા કે દિકરીનાં પગથી, લાંબુ ઘરમાં "પારણું" હોવું જોઈએ, સારાં અને ખોટાં કામ જુદાં પાડે, તેવું ઘરમાં એક "ચારણું" હોવું જોઈએ, દાદા-દાદીની વાતોનું આપણાં ઘરમાં, મીઠું "સંભારણું" હોવું જોઈએ, સાંજે ઘરનાં બધાં સભ્યો સાથે બેસીને, વાતો કરી શકે તેવું એક "પાથરણું" હોવું જોઈએ, બધાંનાં હોદ્દા પ્રમાણે મોભા સચવાય, તેવું ઘરમાં માથે "ચાંદરણું" હોવું જોઈએ, રાચરચીલું સ્વચ્છ અને સુઘડ લાગે, તેવું ઘરમાં "સાવરણું" હોવું જોઈએ, કલાક તમારી જાત જોડે વાત કરી શકો, તેવું ઘરમાં એક "કટાસણું" હોવું જોઈએ, દિવસની શરુઆતમાં ઘરનાં વડીલોને માટે, રોજ એક "ખમાસણું" હોવું જોઈએ, ઘરમાં એક છત નીચે બધાં શાંતિથી સુઈ શકે, તેવાં વડીલોનું "ઓવારણું" હોવું જોઈએ... કટાસણું = આસન ખમાસણું = ક્ષમાપન

Wednesday, May 3, 2023

Beware of cheap or free offers. No business is free, my friends!


A man established a zoo and made the entrance fee $300 but no one went there.

He reduced it to $200 but still no one came.

He then reduced the fee to $10 but still people didn't come.

Finally, he made it FREE entrance and soon, the zoo was filled with people.

Then he quietly locked the gate of the zoo, set the lions free and made the exit fee $500 and everyone paid!

Moral of the story : As you go about in life, beware of cheap or free offers. No business is free, my friends!

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...