Wednesday, June 26, 2024

બગીચા નું પતંગિયુ

એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર્થ એ થયો કે આપણે જો આપણા જીવનને બહેતર બનાવવા પ્રયાસ કરીએ, તો જેની પણ ઈચ્છા સેવી હશે તે આપણી પાસે આવશે.
ધારો કે મને પૈસા કમાવા છે. એના માટે માટે ભણવું પડે અને કામ કરવું પડે, પૈસા આપોઆપ આવશે. ધારો કે મને કોઈ યોગ્ય વ્યક્તિની તલાશ છે. તેના માટે મારે મારું વ્યક્તિત્વ વિકસાવવું પડે, વ્યક્તિઓ આપોઆપ આકર્ષાશે. આપણને એવા જ માણસો મળે છે જેવા આપણે છીએ, નહીં કે આપણે કેવા ઇચ્છીએ છીએ.
જીવનમાં તમને એવું જ મળે જેવા તમે હો. આપણે ઉકરડા જેવા હોઈએ, અને પતંગિયાંની ઈચ્છા રાખીએ, તો તેવું થવાનું નથી.
ઉકરડા પાસે તો માંખો જ આવે. બગીચા જેવા બનવા માટે આપણે આપણા વિચારો, લાગણીઓ, વ્યવહાર, શોખ, સ્વભાવ, જ્ઞાન, ક્ષમતા વગેરેનું પાલનપોષણ કરવું પડે, તેમાં કાટછાંટ કરવી પડે, તેને પાણી સિંચવું પડે, તેમાં ખાતર પૂરવું પડે.
...અને ધારો કે "પતંગિયાં" ન મળે તો પણ, બગીચો તો છે જ :-)
સંપાદક - વિવેક બારૈયા સૌજન્ય - રાજ ગૌસ્વામી (X)

No comments:

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...