Friday, May 12, 2023
હોવું જોઈએ...
ઘરની વહુનું સર ઝુકે નહીં,
તેવું ઘરનું "બારણું" હોવું જોઈએ,
દિકરાનાં દિકરા કે દિકરીનાં પગથી,
લાંબુ ઘરમાં "પારણું" હોવું જોઈએ,
સારાં અને ખોટાં કામ જુદાં પાડે,
તેવું ઘરમાં એક "ચારણું" હોવું જોઈએ,
દાદા-દાદીની વાતોનું આપણાં ઘરમાં,
મીઠું "સંભારણું" હોવું જોઈએ,
સાંજે ઘરનાં બધાં સભ્યો સાથે બેસીને,
વાતો કરી શકે તેવું એક "પાથરણું" હોવું જોઈએ,
બધાંનાં હોદ્દા પ્રમાણે મોભા સચવાય,
તેવું ઘરમાં માથે "ચાંદરણું" હોવું જોઈએ,
રાચરચીલું સ્વચ્છ અને સુઘડ લાગે,
તેવું ઘરમાં "સાવરણું" હોવું જોઈએ,
કલાક તમારી જાત જોડે વાત કરી શકો,
તેવું ઘરમાં એક "કટાસણું" હોવું જોઈએ,
દિવસની શરુઆતમાં ઘરનાં વડીલોને માટે,
રોજ એક "ખમાસણું" હોવું જોઈએ,
ઘરમાં એક છત નીચે બધાં શાંતિથી સુઈ શકે,
તેવાં વડીલોનું "ઓવારણું" હોવું જોઈએ...
કટાસણું = આસન
ખમાસણું = ક્ષમાપન
Wednesday, May 3, 2023
Beware of cheap or free offers. No business is free, my friends!
A man established a zoo and made the entrance fee $300 but no one went there.
He reduced it to $200 but still no one came.
He then reduced the fee to $10 but still people didn't come.
Finally, he made it FREE entrance and soon, the zoo was filled with people.
Then he quietly locked the gate of the zoo, set the lions free and made the exit fee $500 and everyone paid!
Moral of the story : As you go about in life, beware of cheap or free offers. No business is free, my friends!
Subscribe to:
Posts (Atom)
Do What Love to, Love What you Do
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...

-
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...
-
બાળકો સાથેનું કોમ્યુનિકેશન સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર...
-
એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર...