Sunday, May 16, 2021

દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ ગણપતિદાદાની પુજા કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે. #ગણેશ_ચતુર્થી_ની_શુભકામનાઓ

વૈશાખ મહિનાની ગણેશ ચોથનું મહત્વ વધારે છે. વૈશાખ મહિનામાં આવતી ગણેશચોથ એ ગણપતિદાદાનો જન્મદિવસ છે, જ્યારે ભાદરવા મહિનાની ચોથએ ચંદ્રના શ્રાપ નિવારણ વ્રતની ચોથ છે.  આથી વૈશાખ મહિનાની ચોથનું  મહત્વ ધાર્મિક રીતે વધારે હોય છે. દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ  ગણપતિદાદાની પુજા કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા  છે. 

એટલે કે જીવનના દરેક વિઘ્નો દૂર કરે છે.  આથી ગણપતિદાદાની પહેલા પુજા થાય છે. ગણપતિદાદાનો પ્રિય વાર મંગળવાર છે. લાલ વસ્ત્ર, લાલ રંગ, લાલ કલરનું ગુલાબ ઘઉં, મોદક, ગોળ અને સોપારી તેમજ ધ્રોકડ ગણપતિદાદાને પ્રિય છે.  આજે ગણેશ ચોથ એટલે કે વિઘ્નહર્તાનીઆરાધના કરવાનો અવસર છે. 

#સ્વરૂપ_ભાવના

ગણપતિ બાપ્પાના સ્વરૂપ પાછળ ગહન અર્થ છુપાયેલો છે. તેમનું હાથી જેવું મોટું માથું જીવનમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. સમગ્ર પ્રાણીઓમાં હાથી બુદ્ધિશાળી અને ધીરગંભીર પ્રાણી છે. ગણેશજી પણ ભારે બુદ્ધિશાળી ગણાય છે. તેમના સૂપડાજેવા મોટા કાન જ્ઞાનશ્રવણનું પ્રતીક છે. તેઓ બધું સાંભળે છે, પરંતુ માત્ર સાર ગ્રહણ કરે છે. તેમનું સૂંઢ જેવું લાંબું નાક કુશાગ્ર વિવેકબુદ્ધિનું દર્શન કરાવે છે. તેમની ઝીણી આંખો દૂરદૃષ્ટિ અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેઓ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ પણ જોઈ શકે છે.

તેમનું ગાગર જેવું વિશાળ પેટ એ ગંભીરતા અને ઉદારતાનું પ્રતીક છે. જીવનમાં કડવા-મીઠા અનુભવોને પચાવવાની અને સમજપૂર્વક ધારણા કરવાની શીખ આપે છે. તેમના ટૂંકા પગ બુદ્ધિનું લક્ષણ છે અને લાંબા હાથ સૌભાગ્યનું લક્ષણ છે. તેમના દાંત ચતુરાઈ અને વ્યવહારકુશળતાનું પ્રતીક છે.

તેમનો આખો દાંત શ્રદ્ધાનું અને અડધો દાંત બુદ્ધીનું પ્રતીક છે. તેમના ચાર હાથમાં પરશુ, પાશ, લાડુ અને કમળ છે. પરશુ સંકટનો નાશ કરે છે. પાશ ભવસાગર તારે છે. લાડુ મધુરતાનો ગુણ સૂચવે છે જે ભૌતિક સુખ-સમૃદ્ધિનો સૂચક છે. .

કમળ આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. તેમનું વાહન મુષક-ઉંદર છે જે કાળનું પ્રતીક છે...

#ગણેશ_ચતુર્થી_ની_શુભકામનાઓ

આ લેખ પસંદ પડે તો શેર જરૂર કરજો

©-- wearegujarat  (twitter) handel

No comments:

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...