Wednesday, February 2, 2022
સામાન્ય જ્ઞાન
વ
❇️સામાન્ય જ્ઞાન ની વિગતો❇️
*વિષય* - સામાજીક વિજ્ઞાન ધોરણ - 6 થી 8 પાઠ્યપુસ્તક આધારિત #GCERT #NCERT
1⃣.પૃથ્વી ના 7 ખંડ અને 4 મહાસાગર.
➡️ પૃથ્વી નો 29 % ભાગ જમીન દ્વારા રોકાયેલ છે, બાકી ના 71 % ભાગ માં પાણી છે.આ જમીન નો ભાગ 7 સ્વરૂપે છે, અને પાણી નો ભાગ 4 મહાસાગર સ્વરૂપે છે.
1.વિશ્વ ના 7 ખંડો ના નામ. (વિસ્તાર ની દ્રષ્ટિએ)
એશિયા
આફ્રિકા
ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
એન્ટાકર્ટિકા
યુરોપ
ઓસ્ટ્રેલિયા.
2. વિશ્વ ના ચાર મહાસાગર. ( જળ જથ્થા ની દ્રષ્ટિએ)
પેસિફિક મહાસાગર (પ્રશાંત મહાસાગર)
એટલેન્ટિક મહાસાગર
હિંદ મહાસાગર
આર્કટિક મહાસાગર
2⃣.શબ્દ સમજૂતીઓ
1. આર્કટિક - આ ચોથા નમ્બર નો મહાસાગર છે, અને ઉત્તર ધ્રુવ પણ છે.
2.એન્ટાકર્ટિકા - આ વિસ્તાર ની દ્રષ્ટિએ 5 માં નંબર નો ખંડ છે, અને વસ્તી ની દ્રષ્ટિ 7 મો (અંતિમ) ખંડ છે.આ દક્ષિણ ધ્રુવ પણ છે.
3. એટલેન્ટિક - આ બીજા નમ્બર નો મહાસાગર છે.
3⃣. અક્ષાંશ - રેખાંશ (Latitude- Longitude)
1. અક્ષાંશ - પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખા ને અક્ષાંશ કહેવાય. જે 181 છે.
સૌથી મોટો અક્ષાંશ એ વિષુવૃત છે, જે પૃથ્વી ની એકદમ વચ્ચે થી નીકળી ને પૃથ્વી ના બે સરખા ભાગ કરે છે. ઉપલા ભાગ ને ઉત્તર ગોળાર્ધ કહેવાય ,નીચલા ભાગ ને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. ભારત એ ઉત્તર ગોળાર્ધ માં આવેલ દેશ છે.
2. રેખાંશ
પૃથ્વી પર દોરેલી ઉભી કાલ્પનિક રેખા ને રેખાંશ કહેવાય ,જે 360 છે.
4⃣.પૃથ્વી ના ભાગ.
1. તાપમાન ને આધારે - 3 કટીબંધ
1.ઉષ્ણ કટીબંધ - અહીં સૂર્યના કિરણો એકદમ સીધા પડે માટે ખૂબ ગરમી હોય. તાપમાન ઊંચું હોય. વિષુવૃત ની આસપાસ નો વિસ્તાર ઉષ્ણ કટીબંધ માં આવે.
2. સમસિતોષણ કટીબંધ - અહીં, સૂર્ય ના કિરણો ત્રાંસા પડે જેથી તાપમાન મધ્યમ રહે.
ભારત દેશ ઉત્તર સમ સિતોષણ કટીબંધ માં આવેલ દેશ છે.
3. શીત કટીબંધ -અહીં, સૂર્ય ના કિરણો નહિવત પડે માટે ખૂબ ઠંડી હોય અને તાપમાન ખૂબ નીચું હોય. પૃથ્વી ના બન્ને ધ્રુવો શીત કટી બંધ છે.
2. ગોળાર્ધ
ઉત્તર ગોળાર્ધ
દક્ષિણ ગોળાર્ધ.
5⃣ .ભારત ના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને એની રાજધાનીઓ.
28 રાજ્ય
રાજ્ય રાજધાની
પંજાબ ચંદીગઢ
રાજસ્થાન જયપુર
ગુજરાત. ગાંધીનગર
મહારાષ્ટ્ર મુંબઈ
ગોવા. પણજી
કર્ણાટક. બેંગલુરુ (બેંગ્લોર)
કેરળ. થિરૂવંતમપુરમ
તમિલનાડુ. ચેન્નાઈ
આંધ્રપ્રદેશ. અમરાવતી
તેલંગાણા. હૈદરાબાદ
ઓડીસા. ભુવનેશ્વર
પશ્ચિમ બંગાળ કોલકત્તા (કલકત્તા)
સિક્કિમ ગેંગટોક
બિહાર. પટના
ઉત્તર પ્રદેશ. લખનવ
ઉતરાખંડ. દહેરાદૂન
હિમાચલ પ્રદેશ. સિમલા
હરિયાણા. ચંદીગઢ
મધ્યપ્રદેશ. ભોપાલ
છત્તીસગઢ. રાયપુર
ઝારખંડ. રાંચી
અરુણાચલ પ્રદેશ. ઇટાનગર
અસમ. દિસપુર
મિઝોરમ. આઈઝોલ
મેઘાલય. શિલોંન્ગ
ત્રિપુરા. અગરતલા
નાગાલેન્ડ. કોહીમા
મણિપુર. ઈમ્ફાલ
8 કેન્દ્રશાસિત પ્રદેશ(UT)
કેન્દ્ર શાસિતપ્રદેશ. રાજધાની
જમ્મુ અને કશ્મીર- જમ્મુ (શિયાળુ)
શ્રીનગર (ઉનાળુ)
લદાખ. - લેહ
ચંદીગઢ-. ચંદીગઢ
દિલ્હી.- દિલ્હી
( દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે)
દિવ , દમણ અને દાદર નગર હવેલી - દમણ
પુડુચેરી (પોન્ડીચેરી) - પુડુચેરી
લક્ષદીપ ટાપુ સમૂહ. - કરરાવતી
અંદમાન નિકોબાર. - પોર્ટ બ્લેર.
6⃣. દિશા અને ખૂણા
ચાર દિશા અને ચાર ખૂણા છે.
ઉત્તર
વાયવ્ય | ઈશાન
|
પશ્ચિમ --------|----------- પૂર્વ
|
નૈઋત્ય | અગ્નિ
દક્ષિણ
7⃣.વાતાવરણ માં વાયુપ્રમાણ
વાયુ. પ્રમાણ ( ટકા માં)
નાઇટ્રોજન. 78. 03 %
ઓક્સિજન. 20.99 %
ઓર્ગોન. 0.94 %
કાર્બન ડાયોક્સાઇડ. 0.03 %
અન્ય વાયુ. 0.01 %
8⃣. મહત્વ ના આરોગ્ય દિવસો
30 જાન્યુઆરી. વિશ્વ રક્તપિત્ત દિવસ
4 ફેબ્રુઆરી. વિશ્વ કેન્સર દિવસ
8 માર્ચ. વિશ્વ મહિલા દિવસ
24 માર્ચ. વિશ્વ ક્ષય નિવારણ દિવસ
7 એપ્રિલ. વિશ્વ આરોગ્ય દિવસ
25 એપ્રિલ. વિશ્વ મલેરિયા દિવસ
31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ
5 જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ
14 જૂન. વિશ્વ રક્તદાન દિવસ
21 જૂન. વિશ્વ યોગ દિવસ
11 જુલાઈ. વિશ્વ વસ્તી દિવસ
29 સપ્ટેમ્બર. વિશ્વ હૃદય દિવસ
1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ
3 ડિસેમ્બર. વિશ્વ વિકલાંગ દિવસ
10 ડિસેમ્બર. વિશ્વ માનવ અધિકારદિવસ
9⃣ સાલવારી / કેલેન્ડર / ઋતુઓ
ખ્રિસ્તી ધર્મ ના સ્થાપક ઈસુ ખ્રિસ્ત નો જન્મ ને દુનિયા માં કાળ ગણના સાથે જોડાયેલ છે.
આપણે ઇસવીસન કહીએ છે એટલે ઈસુ ના જન્મ પછી ના વર્ષ ( A.D- ANNO DOMINI ) અને ઇસવિસન પૂર્વે એટલે ઈસુ ના જન્મ પહેલાં ના વર્ષો. ( B.C - Before christ)
ઇસવિસન - A.D -ANNO DOMINI
- C.E - COMMON ERA (સામાન્ય કે સામાન્ય યુગ)
ઇસવીસન પૂર્વે - B.C - BEFORE CHRIST
B.C.E - BEFORE COMMON ERA (સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે)
➡️ કેલેન્ડર
ભારત માં વિક્રમ સવંત, શક સવંત અને ગ્રેગોરિયન કેલેન્ડર નો ઉપયોગ થાય છે.
➡️ ગુજરાતી મહિનાઓ નીચે મુજબ છે:
ભારત માં વિક્રમ સવંત, શક સવંત અને ગ્રેગોરિયન કેલેન્ડર નો ઉપયોગ થાય છે.
વિક્રમ સંવત ગ્રેગોરિયન કેલેન્ડર
૧ કારતક જાન્યુઆરી
૨ માગશર ફેબ્રુઆરી
૩ પોષ માર્ચ
૪ મહા એપ્રિલ
૫ ફાગણ મે
૬ ચૈત્ર જૂન
૭ વૈશાખ જુલાઇ
૮ જેઠ ઓગસ્ટ
૯ અષાઢ સપ્ટેમ્બર
૧૦ શ્રાવણ ઓક્ટોબર
૧૧ ભાદરવો નવેમ્બર
૧૨ આસો ડિસેમ્બર
➡️ ઋતુઓ
પ્રાચીન સાહીત્ય પ્રમાણે ભારતમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શીશીર અને હેમંત એમ છ અલગ અલગ ઋતુઓના વર્ણન મળે છે. જેને ભારતીય પંચાગ મુજબના મહીનાઓ સાથે આ રીતે સાંકળી શકાય.
શિશિર
હેમંત
વસંત
ગ્રીષ્મ
વર્ષા
શરદ
⏭️શિયાળો - 1 શિશિર. શીશીર--કારતકઅનેમાગશર --ઠંડીના દિવસો
2. હેમંત -પોષ અને મહા- વહેલી સવારે ધુમ્મસ
⏭️ઉનાળો 1. વસંત- ફાગણ અને ચૈત્ર મહિનો ,- સપુષ્પ વનસ્પતિને પુષ્પ આવે અને ગરમી વધતી જાય
2. ગ્રીષ્મ - વૈશાખ અને જેઠ મહિનો - ગરમી ચરમસીમાએ પહોચે અને જેઠ મહીનાથી હવામાં ભેજનું પ્રમાણ થોડુ વધે
⏭️ચોમાસુ. 1. વર્ષા --અષાઠ અને શ્રાવણ- વરસાદના મુખ્ય મહિના
2. શરદ -ભાદરવો અને આસો- વરસાદ વિહિન પણ વાદળછાયા ભેજવાળા દિવસો આસોના અંત સુધીમાં મોડી રાત્રે ગુલાબી ઠંડીની અસર વર્તાય
Subscribe to:
Post Comments (Atom)
Do What Love to, Love What you Do
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...

-
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...
-
બાળકો સાથેનું કોમ્યુનિકેશન સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર...
-
એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર...
No comments:
Post a Comment