Monday, December 26, 2022
કદમ કદમ મિલાએ જા,ગગન ગગન ઝુકાએ જા, રખ હોસલા કર ફેસલા
ધ્યેય વાળા માણસ નું જીવન અને એક વહાણ ,આ બન્ને વચ્ચે શું સામ્યતા છે ?
વહાણ દરિયા માં ઊતરતા પહેલા શુધ્ધ અને બેફિકર હોય છે.આગળ જતાં એ પાણી માં ઉતરશે ત્યારે, ખારું પાણી કાટ આપશે, કાદવ કીચડ દાગ આપશે, પાણી ની અંદર રહેલ અદ્રશ્ય શીલા ઓ વહાાણ ને ચિરશે, નુકશાન પહોંચાડશે,
આવા અનેક ઘા થશે અઢળક અવરોધ આવશે પણ વહાણ પાછી પાની નહિ કરે, પણ નક્કર વાસ્તવિકતા એ છે કે એ વહાણ કે એ માણસ પોતાની મંઝીલ અડીખમ આત્મવિશ્વાસ અને ધીરજ થી જરૂર સર કરશે.
#vb'note
#વિવેકથી.
#MondayMotivation
Saturday, December 17, 2022
અત્યાર ના શાળા/કોલેજ ના પ્રવાસો, સાર્થક કે નિરર્થક??
બરોડા ની એક નામાંકિત સ્કૂલ ના ધોરણ 7 થી 10 ના વિદ્યાથીઓ નો મહારાષ્ટ્ર ખાતે પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ. મહારાષ્ટ્ર મા અજંતા ઈલોરાની ગુફાઓ, ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપરાંત વિવિઘ હેરિટેજ પ્લેસની મુલાકાત નું આયોજન કર્યું.
પણ જેવા સ્થળ પર પહોંચ્યા કૈક અલગ જ માહોલ
જોવા મળ્યો. લગભગ કોઈ જ વિદ્યાર્થી ને એ ઐતિહાસિક સ્થળ ની કલાકૃતિ, કયારે બન્યું , કઇ શૈલી છે , કઇ લિપિ છે આવી કોઈ જ બાબતો મા રસ ન હતો .
મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇફેક્ટ વાળી સેલ્ફી, ઇન્સ્ટા અને રિલ્સ બનાવવાં મા વ્યસ્ત હતા.
બાકીનો એક સમૂહ નાસ્તા, અને કોડ્રિંકસ મા વ્યસ્ત હતો.
લગભગ એક પણ હેરિટેજ સાઈટ વિશે જાણવામાં વિદ્યાર્થીઓ ને રસ ન હતો.
પ્રશ્ન એ કે આવું થવાનું કારણ શું?
કારણ કે આમા શૈક્ષણિક પ્રવાસ ના આયોજન નો
હેતુ સિધ્ધ ના થયો.
આના માટે જવાબદાર કોણ?
વાલી, શિક્ષકો?
ઇન્સ્ટા અને રીલ્સ મા આટલા બધા ડૂબેલા રહેવા માટે જવાબદાર કોણ?
ઇતિહાસ અને ભૂગોળ એક વિશાળ વિષય છે એને ક્યારેય વર્ગખંડ ની ચાર દીવાલો મા ભણી જ ના શકાય.
શુ શિક્ષકે આ વિષય ની પૂર્વ ભૂમિકા યોગ્ય નહિ બાંધી હોય? શું શિક્ષકે આ વિષય નું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ નું મહત્વ નહિ સમજાવ્યું હોય?
કોઈ પણ વિષય ને વર્ગખંડ મા જીવંત કરવામાં અને એ વિષય ને મૂર્ત તરફ થી અમૃત તરફ લઈ જવામાં શિક્ષક નો મોટો રોલ હોય છે.
બાળકો ના આવા વર્તન માટે શિક્ષકો જવાબદાર કે વાલીઓ?
વાત વિચારવા લાયક છે.
જેના બાળકો ની ઉંમર ૧૦ વર્ષ કરતા ઓછીછે એમણે પેરેંટીંગ કેવી રીતે કરવું એ વિચારવું જોઈએ.
પ્રશ્ન ઘણાં બધા છે.
Thursday, December 15, 2022
નાના માણસ ની મોટી નિષ્ઠા...
હમણાં ગયેલ ચૂંટણી ની એક વાત.
ઈલેક્શન પૂરું થઈ ગયું, પરિણામ પણ આવી ગયું. પણ એક વાત યાદ રહી ગઈ. વાત સાવ સામાન્ય લોકોની જ છે પણ મને એમની નિષ્ઠા સ્પર્શી ગઈ.
આખું શહેર ઈલેક્શનની ઉજવણીમાં સામેલ હતું. દરેક શહેરમાં જે માહોલ જોવાં મળે એવું જ અહીં પણ હતું. જ્ઞાતિ સમારંભથી લઈ ગ્રુપ મિટિંગ સુધી બધું જ હતું....
જ્યારે મારાં વિસ્તારમાં આવેલો દેવીપૂજક સમાજ આ બધાંથી વંચિત હતો. આઈસ ક્રીમ ખવડાવવાનું મન હતું એટલે લઈને ત્યાં ગઈ.
"બેન, થોડાંક લોકો બાજુની શેરીમાં રહે છે."
"એક વ્યક્તિ બાકી ન રહે. દરેકને આપજો, ભાઈ."
આખું બોક્સ લઈને ગયેલાં ભાઈએ બાકીની આઈસ ક્રીમ મને પાછી આપી દીધી.
(
એની જગ્યાએ અન્ય કોઈ હોત તો એ ખરેખર આઈસ ક્રીમ પાછી ન જ આપે. કારણ કે કહેતો સુધરેલો સમાજ 10₹ની પણ ગણતરી કરતો મેં જોયો છે. આ સમાજનાં પટેલે મને કહ્યું કે "કેટલીય ચુંટણી જતી રહી, આટલાં વર્ષોમાં કોઈએ અમારું વિચાર્યું નહોતું, કોઈએ કઈ ખવડાવ્યું નહોતું. તું પહેલી દીકરી આવી રીતે આવી."
આખો સમાજ ઘરની બાજુમાં જ રહે છે. ઘણી વખત ફરિયાદ લઈને આવતાં હોય, સાઈન કરાવવાં માટે પણ આવે. પ્રેમથી જવાબ આપ્યો છે એટલે તો એટલું માન આપ્યું. જેવાં છીએ એવાં આવાં જ છીએ. સ્વીકારો તો પણ ઠીક ન સ્વીકારો તો પણ ઠીક. બાકી એમનું તો જ સત્ય છે. 🤗
સૌજન્ય - Chandrika ben સોલંકી
નાનપણ થી અસરકારક કેળવણી....
જો તમારા બાળકો ધોરણ ૧ થી ૫ માં ભણતા હોય તો અને તો જ આ લેખ વાંચવો..
૧) રોજ રાત્રે સૂતી વખત ઘડિયા બોલાવો. બાળકોનું ગણિત કાચું હોવાનું મુખ્ય કારણ એ છે કે આપણા બાળકોને સારી રીતે ઘડિયા આવડતા જ નથી. કેટલાક વર્ષો પહેલા શાળાની અંદર સરેઆમ ઘડિયા બોલાવવામાં આવતા હતા.
આજે ઘડિયા મોઢે
કરવાના સમયને, સમયનો બગાડ માનવામાં આવે છે. આથી બાળકના સારા શિક્ષણ માટે બાળકને રાત્રે સૂતી વખતે એકા થી વિસ્સા સુધીના ઘડિયા ફરજિયાત બોલાવવા. જો તમારા બાળકને એકાથી વીસા ઘડીયા નથી આવડતા તો તેના માટે શિક્ષક નહિ પરંતુ માતા-પિતા જવાબદાર છે.
૨) પુસ્તકાલયમાંથી બાળવાર્તાનું પુસ્તક
લાવી એમાંથી એક વાર્તા તમારા બાળકને સૂતી વખતે વાંચીને સંભળાવો. બાળકને મોઢે વાર્તા પણ કહી શકાય છે. પરંતુ કોઈ વ્યક્તિને 365 દિવસ માટેની 365 વાર્તાઓ મોઢે ના આવડતી હોય. માટે પુસ્તકાલય માંથી બાળવાર્તાઓનું પુસ્તક લાવીને એમાંથી રોજ એક વાર્તા વાંચીને સંભળાવવી. બાળકને વાર્તા વાંચીને
સંભળાવો કે મોઢેથી કહીને સંભળાવો, બાળકને ઝાઝો ફેર પડત નથી. પરંતુ વાંચીને સંભળાવવામાં આવે તો બાળકને નવા અને અઘરા શબ્દો પણ સાંભળવા મળે છે. જો તમે એને વાર્તા મોંઢે કહો છો, તો એને અઘરા શબ્દો સાંભળવાની તકો ઘણી ઘટી જાય છે.
૩) બાળકની પાસે રોજ સુલેખન કરાવવું. અને એ માટે રોજ
ગુજરાતી,હિન્દી અને અંગ્રેજીમાં એક એક ફકરો લખાવવો.
૪) બાળકની પાસે રોજ સુવાચન કરાવો. અને એના માટે રોજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં એક એક ફકરો વંચાવવો.
૫) રોજ બાળકને પાંચ સ્પેલિંગ મોઢે કરવા આપો.
૬) ગુજરાતના, ભારતના કે દુનિયાના નકશા ઘરમાં રાખવા. દરેક નકશામાં દસ-પંદર
5/9
સ્થળો પૂરીને આપી દેવા. એમાં જોઈ જોઈને બીજા કોરા નકશા પૂરવાનું કહેવું. બાળકે રોજ એક નકશો પુરવો. આ પ્રમાણે કરવાથી નાનપણથી બાળકને નકશા અંગેની સમજ પડતી થઇ જાય છે.
૭) રોજ બાળકને એક બાળગીત સંભળાવો.
૮) બાળકને રોજ એક ચિત્ર દોરવાનું કહો.
૯) બાળકને મોઢે સરવાળા અને બાદબાકી પૂછવા.
એ માટે હાથની આંગળીઓનો ઉપયોગ કરવો. એનાથી બાળક ઝડપથી સરવાળા અને બાદબાકી કરતા શીખી જાય છે. સાથે સાથે ગણિતમાં આત્મવિશ્વાસ પણ વધી જશે.
બાળકનો પાયો પાકો કરવા માટે આટલા પગલા અત્યંત જરૂરી છે. આ તમામ પગલા માટે બાળકને કોઈ જગ્યાએ ટ્યુશન મોકલવાની જરૂર નથી. આ તમામ પગલાઓ વાલીએ પોતે
બાળકને કરાવવાના છે. આ માટે તમારે મામૂલી સમય ફાળવવો પડે છે. અમુક બાબતોમાં સમય પણ ફાળવવાની જરૂર પડતી નથી. માત્ર નિયમિતતા અને નિષ્ઠાની જરૂર છે. આટલું કરવાથી આપના બાળકનો પાયો ખૂબ જ પાકો થશે. ત્યાર બાદ બાળક સ્કૂલમાં કે ટ્યુશનમાં ભણશે તો પણ એ સારું ભણી શકશે.
જો બાળકનો પાયો પાકો નહીં હોય તો સ્કૂલમાં કે ટ્યુશનમાં મોકલવા છતાં પણ કોઈ જાતનો ફરક પડશે નહીં..
વિવેક હસમુખભાઈ બારૈયા.
લેક્ચરર - અર્થશાસ્ત્ર.
S R RAVALIYA COLLEGE,BHANVAD
સૌજન્ય
- કર્દમ ર. મોદી,
(M.Sc.,M.Ed.)
આચાર્ય,
પીપી પટેલ હાઈસ્કૂલ,
ચાણસ્મા.
Subscribe to:
Posts (Atom)
Do What Love to, Love What you Do
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...

-
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...
-
બાળકો સાથેનું કોમ્યુનિકેશન સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર...
-
એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર...