Saturday, December 17, 2022

અત્યાર ના શાળા/કોલેજ ના પ્રવાસો, સાર્થક કે નિરર્થક??

બરોડા ની એક નામાંકિત સ્કૂલ ના ધોરણ 7 થી 10 ના વિદ્યાથીઓ નો મહારાષ્ટ્ર ખાતે પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ. મહારાષ્ટ્ર મા અજંતા ઈલોરાની ગુફાઓ, ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપરાંત વિવિઘ હેરિટેજ પ્લેસની મુલાકાત નું આયોજન કર્યું. પણ જેવા સ્થળ પર પહોંચ્યા કૈક અલગ જ માહોલ જોવા મળ્યો. લગભગ કોઈ જ વિદ્યાર્થી ને એ ઐતિહાસિક સ્થળ ની કલાકૃતિ, કયારે બન્યું , કઇ શૈલી છે , કઇ લિપિ છે આવી કોઈ જ બાબતો મા રસ ન હતો .
મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇફેક્ટ વાળી સેલ્ફી, ઇન્સ્ટા અને રિલ્સ બનાવવાં મા વ્યસ્ત હતા. બાકીનો એક સમૂહ નાસ્તા, અને કોડ્રિંકસ મા વ્યસ્ત હતો. લગભગ એક પણ હેરિટેજ સાઈટ વિશે જાણવામાં વિદ્યાર્થીઓ ને રસ ન હતો.
પ્રશ્ન એ કે આવું થવાનું કારણ શું? કારણ કે આમા શૈક્ષણિક પ્રવાસ ના આયોજન નો હેતુ સિધ્ધ ના થયો. આના માટે જવાબદાર કોણ? વાલી, શિક્ષકો? ઇન્સ્ટા અને રીલ્સ મા આટલા બધા ડૂબેલા રહેવા માટે જવાબદાર કોણ?
ઇતિહાસ અને ભૂગોળ એક વિશાળ વિષય છે એને ક્યારેય વર્ગખંડ ની ચાર દીવાલો મા ભણી જ ના શકાય. શુ શિક્ષકે આ વિષય ની પૂર્વ ભૂમિકા યોગ્ય નહિ બાંધી હોય? શું શિક્ષકે આ વિષય નું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ નું મહત્વ નહિ સમજાવ્યું હોય? કોઈ પણ વિષય ને વર્ગખંડ મા જીવંત કરવામાં અને એ વિષય ને મૂર્ત તરફ થી અમૃત તરફ લઈ જવામાં શિક્ષક નો મોટો રોલ હોય છે. બાળકો ના આવા વર્તન માટે શિક્ષકો જવાબદાર કે વાલીઓ?
વાત વિચારવા લાયક છે. જેના બાળકો ની ઉંમર ૧૦ વર્ષ કરતા ઓછીછે એમણે પેરેંટીંગ કેવી રીતે કરવું એ વિચારવું જોઈએ. પ્રશ્ન ઘણાં બધા છે. 

No comments:

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...