આમ તો તેમના યોગદાન વિશે પાના ભરીને લખીયે તો પણ ઓછું પડે. પણ આજે તેમના ત્રણ કાર્યોની વાત કરવી છે, જેને માટે ધર્મ સદા તેમનો ઋણી રહેશે.
૧. વેદોને ઉદ્ધાર કરવા માટે-
આપણા ધર્મમાં વેદ એ સર્વોચ્ચગ્રંથ છે. પરંતુ મધ્યકાલીન અમુક ભાષ્યકારોએ વિકૃત વેદભાષ્ય કર્યા. અંગ્રેજ મિશનરીઓએ આજ ભાષ્યો ભણાવીને નવી પેઢીને વટલાવા લાગી.
ત્યારે મહર્ષિ દયાનંદજીએ મિશનરીઓ સામે મોરચો ખોલ્યો. વેદ પર લાગેલા બધા જ આક્ષેપોનું ખંડન ક્યું.
તેમણે વેદનો સાચો અર્થ સમજાવતા ભાષ્ય કર્યા. તેમના ભાષ્યો આપણા ઋષિઓની પરંપરાની નજીક છે અને વેદનો સાચો અર્થ જાણવા અત્યંત આવશ્યક છે.
૨. મહિલાનો વેદાધિકાર-
જ્યારે કલિયુગી સંપ્રદાયોએ સ્ત્રીને વેદાધિકારથી વિમુખ કરી હતી, ત્યારે મહર્ષિ દયાનંદે તેમનો વેદ ભણવાનો અધિકાર સિદ્ધ કર્યો.
આજે પણ અનેક કન્યા ગુરુકુળો તેમની પ્રેરણાથી જ ચાલે છે. ઘોષા, અપાલા જેવી વેદપાઠી સ્ત્રીઓની પરંપરા પુનર્જીવીત કરવા માટે તેમણે પૌરાણિક સમાજનો બહુ જ વિરોધ સહન કરવો પડ્યો. પણ મહર્ષિએ મક્કમ રહી તેનો સામનો કર્યો.
૩. વિદેશયાત્રાને શાસ્ત્રસમ્મત માનવી
મહર્ષિના સમયમાં વિદેશ જવાથી ધર્મભ્રષ્ટ થાય છે તેમ મનાતું અને વ્યક્તિને નાતની બહાર કરવામાં આવતાં. મહર્ષિ દયાનંદે વૈદિકપ્રમાણ થી વિદેશયાત્રાને શાસ્ત્રસમ્મત સિદ્ધ કરી તથા પોતાના દેશની સમૃદ્ધિ વધારવા વિદેશ જવા જણાવ્યું.
આજે કરોડો ભારતીયો વિદેશમાં વસી રહ્યાં છે. એટલું જ નહીં, વિદેશયાત્રાનો વિરોધ કરવારા પૌરાણિક પંડિતો પણ આજે વિદેશોમાં કથા અને અન્ય કાર્યક્રમ કરવા જાય છે.
આ પણ મહર્ષિ દયાનંદની દીર્ઘદૃષ્ટિનો પ્રભાવ છે.
• • •
No comments:
Post a Comment