એક મિત્રએ પૂછ્યું કે સાદી ભાષામાં કર્મનો સિદ્ધાંત એટલે શું? ગુજરાતીમાં કહેવત છે; જેવું વાવો તેવું લણો. કર્મ એટલે તમે જે કરો તેનું પરિણામ.
કર્મ નો નિયમ દર્શાવતો ટૂંકો પ્રસંગ.
એક ગામમાં એક દૂધવાળો હતો. એ દર અઠવાડિયે 1 કિલો માખણ બનાવીને શહેરમાં કરિયાણાની દુકાન પર વેચતો હતો.
કરિયાણાવાળો માખણના બદલામાં 1 કિલો ખાંડ આપતો હતો.
એક દિવસ, કરિયાણાવાળાને થયું કે માખણનું વજન કરવા દે.
એના આશ્ચર્ય વચ્ચે માખણનું ચોસલું 1 કિલોને બદલે 900 ગ્રામનું નીકળ્યું.
બીજા અઠવાડિયે, દૂધવાળો માખણ લઈને આવ્યો એટલે કરિયાણાવાળો અકળાયો અને કહ્યું કે તું મને છેતરે છે,
જા જતો રહે, પાછો આવતો નહીં.
દૂધવાળો વિલા મોંઢે બોલ્યો, "મોટાભાઈ, હું તો ગામડિયો છું, મને વજન કરતાંય આવડતું નથી અને મારી પાસે વજનિયું પણ નથી. હું તો તમે આપેલી ખાંડને એક પલ્લામાં મૂકીને બીજા પલ્લામાં માખણ મુકું છું."
આને કર્મનો સિદ્ધાંત કહેવાય.
સંપાદન - વિવેક બારૈયા
સૌજન્ય - રાજ ગૌસ્વામી.
No comments:
Post a Comment