જીવન ત્યારે આનંદદાયક થાય જયારે બુદ્ધિ્, જ્ઞાન સાથે સંવેદના હોય.
આ વાત ને સાર્થક કરતો વાસ્તવિક પ્રસંગ
ટી.એન. શેષાન (1990 થી 1996) 10 માં મુખ્ય ચુંટણી કમિશ્નર હતા.
તેઓ પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. એક વખત રસ્તામાં એક બગીચા પાસે રોકાણા ,ત્યાંબાગના એક ઝાડ પર સુગરી (Baya weaver)નો માળો હતો.
એની પત્ની કહે, મને આ માળો મંગાવી આપો, મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડને કીધું,
આ માળો લાવો. સિક્યુરીટી ગાર્ડ પાસે જ ઘેટાં બકરા ચરાવતા એક અભણ છોકરાને કહે છે કે, આ માળો ઉતારી દે તો તને બદલામાં દસ રૂપિયા આપીએ પણ છોકરાએ ના પાડી.
શેષાન સાહેબ ખુદ ગયા અને છોકરાને પચાસ રૂપિયા આપવાની ઓફર કરી તો પણ છોકરાએ માળો લાવવાની ના પાડી ને કીધું કે, સાહેબ માળામાં સુગરીનાં
બચ્ચાં છે. સાંજે જયારે એની મા ભાેજન લઈને આવશે તો બહુ દુ:ખી થાશે, એટલે તમે ગમે એટલા રૂપિયા આપો તો પણ હું માળો નહીં ઉતારું.
આ ઘટના પછી ટી.એન. શેષાન સાહેબ લખે છે કે, મને આજીવન અફસોસ રહ્યો કે જે અભણ છોકરો વિચારતો હતો એવો વિચાર અને સંવેદના મને એક ભણેલ ગણેલ IAS ને કેમ ના આવી.?
એમણે કહ્યું કે એ બાળકની સામે મારું IAS પદ,પ્રતિષ્ઠા ધૂળ બરાબર થઈ ગયું.
શિક્ષા,પદ,પ્રતિષ્ઠાકે સામાજિક સ્થિતિ માનવતાનો માપદંડ નથી, પ્રકૃતિને જાણવી, સમજવી એ જ જ્ઞાન છે.
જીવન ત્યારે આનંદદાયક થાય જયારે બુદ્ધિ્, જ્ઞાન સાથે સંવેદના હોય.
ટુંકમા ડીગ્રી માત્ર આધાર છે,જિંદગી નહીં..
સુગરી -વૈજ્ઞાનિક નામ: Ploceus philippinus
તેનું કદ 15 સેમી એટલે કે ચકલી જેટલું હોય છે
સુગરી તાડના વૃક્ષો અને કાંટા વાળા ઝાડમાં લટકતા અદભુત વણાટ કારીગરી વાળા માળા બનાવે છે
🌟He cleared the UPSC civil services examination in 1954 and joined the IAS as a trainee of 1955 Tamil Nadu cadre.
🌟He retired in 1996. He ran for the post of the country’s president in 1997 but lost to K R Narayanan.
🌟He was awarded the Ramon Magsaysay Award for government service in 1996.
🌟Famous T.N Seshan’s quote is – “Good government is not an accident.”
સૌજન્ય- memoir by TN Seshan
સંપાદક - વિવેક બારૈયા