સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું ત્યાં એક મોજું આવ્યું તો તેનું ચપ્પલ તણાઈ ગયું ત્યારે તે બાળકે ગુસ્સામાં આવીને તે સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર ચોર છે...
થોડે દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર અમારો પાલનહાર છે...
એક મા નો દિકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો ત્યારે તે મા એ સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે...
આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર …..
ભાગ્ય માં જે લખ્યું છે એ કોઈ જૂટવી સકતું નથી અને જે કિસ્મત માં નથી એ કોઈ આપી સકવાનું નથી..
પોતાની મોજમાં રહેવાનું અને આપણે આપણું કાર્ય કરતા રહેવાનું...✨✅
પોતાની મોજમાં રહેવાનું અને આપણે આપણું કાર્ય કરતા રહેવાનું...✨✅
સંપાદક - વિવેક બારૈયા
No comments:
Post a Comment